બેન્ક ઓફ બરોડા (BoB) એ એક નવો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પ્લાન લોન્ચ કર્યો છે. આ ટ્રેડિશનલ FDથી સંપૂર્ણપણે અલગ છે. આમાં, ઇન્વેસ્ટર્સ તેમની જરૂરિયાતના સમયે સરળતાથી પૈસા ઉપાડી શકશે. આનો અર્થ એ થયો કે તેમને સમય પહેલાં FD તોડવાની અને દંડ ભરવાની જરૂર રહેશે નહીં. બેન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ લિક્વિડ એફડી પર, બેન્ક સામાન્ય કસ્ટમર્સને 1 વર્ષની કેપિટલ પર 6.85%ના દરે વ્યાજ આપશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષની કેપિટલ પર 7.35% અને 5 વર્ષની કેપિટલ પર 7.40% વ્યાજ મળશે.