PM Kisan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરથી PM કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન) હેઠળ 19મો હપ્તો બહાર પાડ્યો હતો. દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં કુલ 6,000 રૂપિયાનો વાર્ષિક લાભ આપવામાં આવે છે. પીએમ મોદીએ આજે રૂ. 22,000 કરોડથી વધુનું ટ્રાન્સફર કર્યું. તેમજ રાષ્ટ્રને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને સમર્પિત કર્યું હતું. આ પહેલા આ ખાસ અવસર પર હાજર રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું - અમારા માટે સૌભાગ્યની વાત છે કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડી રહ્યા છે.

