તમારું ખાતું પણ પંજાબ નેશનલ બેંકમાં છે? 10 નવેમ્બર પછી ખાતું બંધ થઈ શકે છે, બચાવવા માટે કરો આ કામ | Moneycontrol Gujarati
Get App

તમારું ખાતું પણ પંજાબ નેશનલ બેંકમાં છે? 10 નવેમ્બર પછી ખાતું બંધ થઈ શકે છે, બચાવવા માટે કરો આ કામ

પંજાબ નેશનલ બેંક (PNB) 10 નવેમ્બર 2026 પછી નિષ્ક્રિય અને ઝીરો બેલેન્સવાળા ખાતા બંધ કરવા જઈ રહી છે. તમારું ખાતું બચાવવા માટે KYC અપડેટના લેટેસ્ટ નિયમો જાણો.

અપડેટેડ 05:21:42 PM Oct 27, 2026 પર
Story continues below Advertisement
જો તમે ઘરે બેઠા એ જાણવા માંગતા હોવ કે તમારું ખાતું એક્ટિવ છે કે નહીં, તો તમે બેંકના ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર 1800-1800 અથવા 1800-2021 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

PNB account closure 2026: દેશની મોટી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. જો તમારું ખાતું પણ PNBમાં છે, તો તમારે સાવધાન થવાની જરૂર છે. બેંક 10 નવેમ્બર પછી કેટલાક પસંદગીના બેંક એકાઉન્ટ્સ કાયમ માટે બંધ કરવા જઈ રહી છે. 2026 ની લેટેસ્ટ માર્ગદર્શિકા મુજબ બેંકે આવા નિષ્ક્રિય ખાતાધારકોને એલર્ટ મોકલવાનું શરૂ કરી દીધું છે.

ચાલો સરળ ભાષામાં સમજીએ કે બેંક કયા ખાતા બંધ કરી રહી છે અને તમે તમારું ખાતું કેવી રીતે બચાવી શકો છો.

કયા ખાતાઓ બંધ થવાના જોખમમાં છે?

PNB ના નિયમો અનુસાર, ફક્ત તે જ ખાતાઓ બંધ કરવામાં આવશે જેના પર નીચેની 2 શરતો લાગુ પડે છે. ખાતામાં છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી. ખાતામાં બેલેન્સ બિલકુલ શૂન્ય છે. બેંકની ગાઈડલાઈન મુજબ, જો કોઈ ગ્રાહક સળંગ 24 મહિના સુધી ખાતામાંથી પૈસા ઉપાડવા કે જમા કરવા જેવો કોઈ આર્થિક કે બિન-આર્થિક વ્યવહાર નથી કરતો, તો તે ખાતું 'ઇનઓપરેટિવ'જાહેર થઈ જાય છે.

બેંક આવું શા માટે કરી રહી છે?


PNB નું કહેવું છે કે આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષા માટે જ લેવામાં આવ્યો છે. જે ખાતાઓ વર્ષોથી બંધ પડ્યા હોય તેનો ઉપયોગ સાયબર ફ્રોડ કે ગેરકાયદેસર કામો માટે ન થાય તે હેતુથી આવા નિષ્ક્રિય ખાતાઓ બંધ કરવામાં આવી રહ્યા છે.

ખાતું બંધ થતું કેવી રીતે અટકાવવું? (10 નવેમ્બર પહેલા કરો આ કામ)

જો તમને જરા પણ શંકા હોય કે તમારું ખાતું બંધ થઈ શકે છે, તો ગભરાવાની જરૂર નથી. તમારે માત્ર 10 નવેમ્બર પહેલા આટલું કરવાનું છે.

તમારી નજીકની PNB બ્રાન્ચની મુલાકાત લો.

તમારું નવું KYC અપડેટ કરાવો.

ખાતું ફરીથી એક્ટિવ કરવા માટે બેંક મેનેજરને એક રિક્વેસ્ટ લેટર લખીને આપો.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

KYC અપડેટ કરવા માટે તમારે કેટલાક સરકારી માન્યતા પ્રાપ્ત ડોક્યુમેન્ટ્સ આપવા પડશે, જેમ કે,,,ઓળખ અને સરનામાના પુરાવા માટે: પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ (આધાર કાર્ડ પણ માન્ય છે). ટેક્સ પ્રૂફ માટે પાન કાર્ડ (PAN) અથવા ફોર્મ 16.

કસ્ટમર કેર નંબર પરથી મેળવો મદદ

જો તમે ઘરે બેઠા એ જાણવા માંગતા હોવ કે તમારું ખાતું એક્ટિવ છે કે નહીં, તો તમે બેંકના ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર 1800-1800 અથવા 1800-2021 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો-Silver coin: 1726ની આસપાસ મળી રહ્યો છે ચાંદીનો સિક્કો! બજારમાં નકલી ચાંદીથી બચવા માટે આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2026 5:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.