આ પોસ્ટ ઓફિસ સ્કીમ નિવૃત્તિ પછી આવશે કામે, મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ | Moneycontrol Gujarati
Get App

આ પોસ્ટ ઓફિસ સ્કીમ નિવૃત્તિ પછી આવશે કામે, મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ

Post Office Scheme: જો તમે પણ પોસ્ટ ઓફિસમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમારે વૃદ્ધાવસ્થામાં કોઈના પર નિર્ભર નથી રહેવું પડશે. તમે યોગ્ય રીતે પૈસાનું રોકાણ કરીને પોસ્ટ ઓફિસ સ્કીમનો બેનિફિટ લઈ શકો છો.

અપડેટેડ 07:02:03 PM Jul 14, 2023 પર
Story continues below Advertisement
ફક્ત વરિષ્ઠ નાગરિકો જેમની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ છે તેઓ જ SCSS ખાતું ખોલી શકે છે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ જે વહેલા નિવૃત્ત થવા માંગે છે તેઓ આ યોજનામાં રોકાણ કરી શકતા નથી.

Post Office Scheme: જો તમે પણ પોસ્ટ ઓફિસમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમારે વૃદ્ધાવસ્થામાં કોઈના પર નિર્ભર નથી રહેવું પડશે. તમે યોગ્ય રીતે પૈસાનું રોકાણ કરીને પોસ્ટ ઓફિસ સ્કીમનો બેનિફિટ લઈ શકો છો. આ રોકાણમાં તમને ગેરંટેડ રિટર્ન મળે છે. આપને જણાવીએ કે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર તમને શું બેનિફિટ મળે છે. અત્યારે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8.2% વ્યાજ મળી રહ્યું છે.

મળી રહ્યું છે 8.2 ટકા વ્યાજ

બેન્કો અને પોસ્ટ ઓફિસોની રેગ્યુલર ડિપોઝિટ સ્કીમ્સ જેવી FDની સરખામણીમાં SCSS વધારે વ્યાજ આપે છે. હવે આના પર 8.2%ના દરે વ્યાજ મળે છે. 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નથી. જો તમામ SCSS એકાઉસમાં કુલ વ્યાજ રૂપિયા 50,000થી વધુ હોય તો જ વ્યાજ ટેક્સેબલ છે. આમાં, કલમ 80C હેઠળ, થાપણદારો 1.5 લાખ રૂપિયા સુધીના ઇન્વેસ્ટ પર ટેક્સ સેવિંગનો બેનિફિટ લઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો SCSS ખાતામાં રૂપિયા 30 લાખ સુધી જમા કરાવી શકે છે અને 5 વર્ષ સુધીના સમયગાળા માટે દર ત્રિમાસિકમાં વ્યાજ મેળવી શકે છે.


દર 3 મહિને વ્યાજ નક્કી કરવામાં આવે છે

સરકારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર માટે ડિસેમ્બરમાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો, જે વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં SCSS ખાતામાં જમા કરાયેલા નાણાં પર લાગુ થશે. SCSS યોજનાઓ પર વ્યાજ ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય બજેટ 2023માં SCSS જમા મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

ફક્ત આ જ રોકાણ કરી શકે છે

ફક્ત વરિષ્ઠ નાગરિકો જેમની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ છે તેઓ જ SCSS ખાતું ખોલી શકે છે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ જે વહેલા નિવૃત્ત થવા માંગે છે તેઓ આ યોજનામાં રોકાણ કરી શકતા નથી. SCSS ખાતામાં કરાયેલા રોકાણનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો હોય છે. તમે તેને 3 વર્ષ સુધી લંબાવી શકો છો. રોકાણકારોએ લોક-ઇન પીરિયડ પહેલા પૈસા ઉપાડવા માટે પણ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

આ પણ વાંચો - અમેરિકામાં મોંઘવારી બની મોટી સમસ્યા, તો ચીનમાં શા માટે વધ્યો ડિફ્લેશનનો ખતરો?

MoneyControl News

MoneyControl News

First Published: Jul 14, 2023 7:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.