RBI Loan Pricing Rule: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ લોન લેનારા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લોનના વ્યાજદરો અને ચાર્જીસને વધુ પારદર્શક બનાવવા માટે એક નવું માળખું પ્રસ્તાવિત કર્યું છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ રેટ અને લોન પાછળ થતા કુલ ખર્ચ અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવાનો છે.

