Get App

લોન લેનારાઓને મોટો ઝટકો: PNB, BoB સહિત આ બેંકોએ વધાર્યા વ્યાજદર, હવે ચૂકવવો પડશે વધુ EMI

RBI દ્વારા રેપો રેટ વધાર્યા બાદ PNB, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંક સહિત ઘણી બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. જાણો નવી EMI અને કઈ બેંકોએ કર્યા ફેરફાર.

MoneyControl Newsઅપડેટેડ Oct 08, 2026 પર 6:25 PM
લોન લેનારાઓને મોટો ઝટકો: PNB, BoB સહિત આ બેંકોએ વધાર્યા વ્યાજદર, હવે ચૂકવવો પડશે વધુ EMIલોન લેનારાઓને મોટો ઝટકો: PNB, BoB સહિત આ બેંકોએ વધાર્યા વ્યાજદર, હવે ચૂકવવો પડશે વધુ EMI
આરબીઆઈના નિર્ણયની અસર હવે સીધી બેંકોના ગ્રાહકો પર દેખાઈ રહી છે. નીચે મુજબની બેંકોએ પોતાના વ્યાજદરમાં વધારો નોંધાવ્યો છે, જે 8 ઓક્ટોબરથી લાગુ પણ થઈ ગયો છે.

જો તમારી કોઈ હોમ લોન કે કાર લોન ચાલી રહી છે, તો તમારા ખિસ્સા પર બોજ વધવાનો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ વધાર્યા બાદ હવે સરકારી અને ખાનગી બેંકોએ પોતાના વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક સહિતની ઘણી બેંકોએ પોતાના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ વધારી દીધા છે. આનાથી સીધી અસર ગ્રાહકોની EMI પર પડશે.

કેમ મોંઘી થઈ રહી છે લોન?

તાજેતરમાં 7 ઓક્ટોબરના રોજ RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી, જેમાં તમામ 6 સભ્યોની સંમતિથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા)નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વધતી મોંઘવારી છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો 4.82 ટકા પર પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે મોંઘવારી સતત વધી રહી છે. આ ઉપરાંત, સપ્ટેમ્બરમાં અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે પણ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જેની અસર ભારતીય બજાર પર જોવા મળી છે.

કઈ બેંકના વ્યાજદરમાં કેટલો થયો વધારો?

આરબીઆઈના નિર્ણયની અસર હવે સીધી બેંકોના ગ્રાહકો પર દેખાઈ રહી છે. નીચે મુજબની બેંકોએ પોતાના વ્યાજદરમાં વધારો નોંધાવ્યો છે, જે 8 ઓક્ટોબરથી લાગુ પણ થઈ ગયો છે.

પંજાબ નેશનલ બેંક : પીએનબીએ પોતાનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ 25 બેસિસ પોઈન્ટ વધારીને 8.10 ટકા કરી દીધો છે (જેમાં 0.35 ટકાનું બેંક સ્ટ્રેટેજિક પ્રીમિયમ સામેલ છે). જોકે, બેંકે MCLR અને બેઝ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો