Rule Change From 1st September 2023: દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. 1 સપ્ટેમ્બરથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે (Rule Change From 1st September 2023). આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. શેરબજારથી લઈને રાંધણગેસ સુધી દરેક જગ્યાએ તેની અસર જોવા મળી શકે છે. 30 સપ્ટેમ્બર સુધીમાં બાકીની 2,000 રૂપિયાની નોટો બદલવાનું સૌથી મહત્ત્વનું કામ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની જાહેરાત અનુસાર 2000ની નોટ 30મી સપ્ટેમ્બર સુધી જ બદલી શકાશે.

