‘તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે.. તમને પણ આવા SMS આવ્યા છે, તો સૌથી પહેલા અહીં કરો ફરિયાદ - sbi customer alert getting fake sms or email regarding bank account temporarily locked than complaint here | Moneycontrol Gujarati
Get App

‘તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે.. તમને પણ આવા SMS આવ્યા છે, તો સૌથી પહેલા અહીં કરો ફરિયાદ

SBIના ઘણા કસ્ટમર્સને આવા ડરાવતા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો.

અપડેટેડ 03:27:11 PM May 19, 2023 પર
Story continues below Advertisement
સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો અને તરત જ બેન્કને જાણ કરો. આ મેસેજ કયા નંબર પરથી આવી રહ્યા છે તેની પણ બેન્ક અને પોલીસને જાણ કરો.

SBI Alert: SBIના ઘણા કસ્ટમર્સને આવા ડરામણા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો અને તરત જ બેન્કને જાણ કરો. આ મેસેજ કયા નંબર પરથી આવી રહ્યા છે તેની પણ બેન્ક અને પોલીસને જાણ કરો.

SBI આવા મેસેજ મોકલતું નથી

સરકારનું PIB ફેક્ટ ચેક SBI કસ્ટમર્સને નકલી મેસેજ વિશે ચેતવણી આપે છે.


SBIના કસ્ટમર્સને આવા નકલી મેસેજ મળી રહ્યા છે કે તમારું SBI બેન્ક એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. તે મેસેજમાં તમારી બેન્કિંગ માહિતી ઈમેલ પૂછવામાં આવે છે. પીઆઈબીએ કહ્યું કે આવા SMSનો ક્યારેય જવાબ આપશો નહીં. આવા મેસેજની જાણ તરત જ report.phishing@sbi.co.in પર કરો.

જ્યારે તમે આવી લિંક પર ક્લિક કરો છો ત્યારે શું થાય છે?

જ્યારે તમે આવી લિંક પર ક્લિક કરો છો, ત્યારે તમે તમારા બેન્ક એકાઉન્ટમાંના તમારા બધા પૈસા અને તમારો પર્સનલ ડેટા ગુમાવવાનું જોખમ લો છો. સ્કેમર દ્વારા તમારા ફોન અથવા ઈમેલ-આઈડી પર મોકલવામાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરવાથી સ્કેમરને તમારા એકાઉન્ટને એક્સેસ કરવા માટે જરૂરી ડેટા મળે છે.

જો તમને આવા મેસેજ મળે તો શું કરવું

પર્સનલ અથવા બેન્કિંગ માહિતી માટે પૂછતા કોઈપણ ઇમેઇલ/SMS/વોટ્સએપનો જવાબ આપશો નહીં.

- આવા મેસેજની જાણ તરત જ report.phishing@sbi.co.in પર કરો.

તમે 1930 પર પણ કૉલ કરી શકો છો.

આ પણ વાંચો - શરદ પવાર, મમતા, અખિલેશ, KCR, આ નેતાઓ કર્ણાટકના મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં આપશે હાજરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

SBI પર્સનલ માહિતી માંગતું નથી

SBI તેની વેબસાઈટ પર ક્યારેય પણ તેના કસ્ટમર્સને મેસેજ કે ઈમેલ દ્વારા કોઈ અંગત માહિતી આપવાનું કહેતી નથી. ખાસ કરીને એવી માહિતી કે જેમાં એકાઉન્ટ નંબર, પાસવર્ડ અથવા સેન્સેટિવ ઇન્ફોર્મેશન હોય. જો કોઈ તમને આવી માહિતી માંગે છે, તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

#Fake message impersonating @TheOfficialSBI claims that recipient's account has been temporarily locked due to suspicious activity#PIBFactCheck Never respond to emails/SMS asking to share your banking details Report such messages immediately on report.phishing@sbi.co.in pic.twitter.com/9SMIRdEXZA

— PIB Fact Check (@PIBFactCheck) May 16, 2023

MoneyControl News

MoneyControl News

First Published: May 19, 2023 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.