Housing Finance Budgeting: ઘર ખરીદવું એ જીવનના સૌથી મોટા અને ભાવનાત્મક નિર્ણયોમાંથી એક હોય છે. ઘણા લોકો વર્ષો સુધી પૈસા બચાવે છે, બેંક લોનની EMIની ગણતરી કરે છે અને પોતાની આખી સેલેરી સ્ટ્રક્ચરને ઘરની કિંમતના હિસાબે એડજસ્ટ કરતા રહે છે. પરંતુ સાચો સવાલ એ છે કે, તમે કેટલા રૂપિયાનું ઘર ખરીદી શકો છો? 50 લાખનું કે 1 કરોડનું? આ સવાલનો જવાબ કોઈ બ્રોકર નહીં, પરંતુ એક સરળ નાણાકીય ફોર્મ્યુલા 5-20-3-40 આપે છે.

