નવા વર્ષમાં જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર જબરદસ્ત વ્યાજ મેળવવા માંગો છો તો શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ (SFL) એક મોટી તક આપી રહ્યું છે. ભારતની સૌથી મોટી રિટેલ NBFC પૈકીની એક શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ રેટમાં વધારો કર્યો છે. આ NBFCએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાં 5થી 10 બેસિસ પોઈન્ટ્સ (BPS)નો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર કસ્ટમરને 9.36 ટકાના દરે વ્યાજ મળી શકે છે. જો કે આ માટે શ્રી રામ ફાઇનાન્સે કેટલીક શરતો રાખી છે.

