Get App

SIP Calculator: દર મહિને માત્ર 500 બચાવીને પણ બની શકો છો લખપતિ! જાણો 1 લાખનું ફંડ બનતા કેટલા વર્ષ લાગશે

દર મહિને માત્ર 500ની SIP કરીને 1 લાખનું ફંડ કેવી રીતે બનાવવું? જાણો 10%, 12% અને 15% ના વાર્ષિક રિટર્ન પર કેટલા વર્ષમાં તમે લખપતિ બની શકો છો. જુઓ સંપૂર્ણ ગણતરી.

MoneyControl Newsઅપડેટેડ Nov 19, 2026 પર 3:54 PM
SIP Calculator: દર મહિને માત્ર 500 બચાવીને પણ બની શકો છો લખપતિ! જાણો 1 લાખનું ફંડ બનતા કેટલા વર્ષ લાગશેSIP Calculator: દર મહિને માત્ર 500 બચાવીને પણ બની શકો છો લખપતિ! જાણો 1 લાખનું ફંડ બનતા કેટલા વર્ષ લાગશે
રોકાણની રકમ ભલે નાની હોય, પરંતુ જો નિયમિત રીતે રોકાણ ચાલુ રાખવામાં આવે તો મોટું ફંડ ચોક્કસ બનાવી શકાય છે.

SIP Calculator: આજના સમયમાં દર મહિને 500 બચાવવા એ કોઈ મોટી વાત લાગતી નથી. ઘણી વખત તો આટલી નાની રકમ રોજબરોજના નાના-મોટા ખર્ચાઓમાં જ ક્યાં વપરાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. પરંતુ જો આ જ 500 દર મહિને સાચી જગ્યાએ રોકવામાં આવે, તો સમયની સાથે એક સારું એવું ભંડોળ ઊભું કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડની SIP સામાન્ય લોકોને આવી જ નાની રકમથી રોકાણ શરૂ કરવાની શાનદાર તક આપે છે.

હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે જો આપણે દર મહિને માત્ર 500 ની SIP કરીએ, તો 1 લાખનું ફંડ બનાવવામાં કેટલો સમય લાગશે? આનો સીધો જવાબ તમારા રોકાણ પર મળતા વાર્ષિક રિટર્ન પર આધાર રાખે છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ SIP એ લાંબા ગાળામાં સરેરાશ 12% જેટલું વાર્ષિક રિટર્ન આપ્યું છે. જોકે, શેરબજારની સ્થિતિ મુજબ આ રિટર્ન થોડું ઓછું કે વધારે પણ હોઈ શકે છે.

500 ની માસિક SIP થી 1 લાખ બનવાની સંપૂર્ણ ગણતરી

જો તમે દર મહિને 500 નું રોકાણ કરો છો, તો અલગ-અલગ વાર્ષિક રિટર્નના દરે તમારા ખિસ્સામાંથી કેટલા પૈસા જશે અને કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) થી કેટલો નફો મળશે, તેની ગણતરી નીચે મુજબ છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો