Post Office Small Saving Scheme: જો તમે તમારી બચતનું ઇન્વેસ્ટ કરીને ચોક્કસ સમયગાળા પછી વધુ સારું વળતર મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. વધુ સારું વળતર મેળવવા માટે બજારમાં હજુ પણ ઘણા ઓપ્શન્સ ઉપલબ્ધ છે. આ પૈકી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) સૌથી વધુ પોપ્યુલર છે. આ સિવાય કસ્ટમર્સ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પણ ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. આવી જ એક સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે જેમાં કસ્ટમર્સ ચોક્કસ સમયગાળા માટે ઇન્વેસ્ટ કરે તો ઘણી બેન્કોની FD કરતાં વધુ વ્યાજ મળે છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.