2000 Rupees Notes Change: 2,000 રૂપિયાની નોટનો બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો તે બદલાવાની રહી જાય તો તે કેવી રીતે બદલાવશો | Moneycontrol Gujarati
Get App

2000 Rupees Notes Change: 2,000 રૂપિયાની નોટનો બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો તે બદલાવાની રહી જાય તો તે કેવી રીતે બદલાવશો

2,000 Rupees Notes Change: જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલાવીને ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તારીખ છે. 7 ઑક્ટોબર પછી બે હજાર રૂપિયાની નોટો ન તો બદલી શકાશે કે ન તો બેંકોમાં જમા કરી શકાશે.

અપડેટેડ 01:27:35 PM Oct 07, 2023 પર
Story continues below Advertisement
2,000 Rupees Notes Change: આજે 2,000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો છેલ્લો દિવસ છે.

2,000 Rupees Notes Change: આજે એટલે કે 7 ઑક્ટોબરે 2,000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો છેલ્લો દિવસ છે. આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઑક્ટોબર કરી હતી.

જાણો 2,000 ની કેટલી નોટો પરત આવી

ગઈકાલે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની 96 ટકા થી વધારે નોટો બેંકમાં પરત આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 87 ટકા નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો નાની કિંમતોની નોટો સાથે બદલી દેવામાં આવી છે. જો કે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે.


8 ઑક્ટોબરથી 2,000 ની નોટ RBI ઓફિસમાં બદલાશે

આવતીકાલથી એટલે કે 8 ઑક્ટોબરથી આ નોટો માત્ર RBI ઓફિસમાં જ બદલી શકાશે. RBI ની 19 ઈસ્યુ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલાવી અથવા જમા કરાવી શકાશે. 20,000 રૂપિયા સુધીની 2,000 ની નોટો એકસાથે બદલાવી શકાશે. બીજી બાજુ, જો તમે તેને તમારી બેંકના ખાતામાં જમા કરવવા માંગતા હો તો તમે ઈશ્યૂ ઑફિસ દ્વારા કોઈપણ નંબરની 2,000 રૂપિયાની નોટો જમા કરાવી શકો છો.

નોટ બદલાવા માટે ડૉક્યૂમેંટની જરૂર નથી

વગર કોઈ ડૉક્યૂમેંટના બેંકમાં જમા સરળતાથી આ નોટોને બદલાવી શકો છો. નોટ બદલવામાં કોઈ મુશ્કેલી ના થાય એટલા માટે બેંકોએ પણ તેના વિશેમાં જાણકારી આપી દીધી છે. એકવારમાં 20,000 રૂપિયા લિમિટ સુધી 2,000 રૂપિયાની નોટ બીજા ડિનૉમિનેશનમાં એક્સચેંજ કરાવી સકો છો. ત્યારે તે અકાઉંટમાં જમા કરાવાની કોઈ લિમિટ નથી.

આ પણ વાંચો: Flipkart Big Billion Days Sale માં Apple iPhone 14 મળશે ફક્ત 49,999 રૂપિયામાં, ચેક કરો ઑફર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2023 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.