UPI Transaction Limit: શું વારંવાર UPI પેમેન્ટ ફેલ થાય છે? જાણો તમારી ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની સરળ રીત | Moneycontrol Gujarati
Get App

UPI Transaction Limit: શું વારંવાર UPI પેમેન્ટ ફેલ થાય છે? જાણો તમારી ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની સરળ રીત

UPI Transaction Limit: શું તમને પણ મોટા પેમેન્ટ્સ કરતી વખતે UPI Limit Exceeded નો મેસેજ આવે છે? સામાન્ય રીતે UPI લિમિટ 1 લાખ હોય છે, પરંતુ તેને વધારી શકાય છે. જાણો બેંક અને NPCI ના નિયમો અને લિમિટ વધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.

અપડેટેડ 02:20:38 PM Feb 16, 2026 પર
Story continues below Advertisement
આવા કિસ્સાઓમાં ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી લઈને 5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે, આ માટે તમારી બેંકે તે ચોક્કસ કેટેગરી માટે હાઈ-લિમિટ ઓપ્શન એનેબલ કરેલું હોવું જરૂરી છે.

UPI Transaction Limit: આજના ડિજિટલ જમાનામાં રોકડ વ્યવહાર ખૂબ ઓછો થઈ ગયો છે. શાકભાજી લેવાથી માંડીને સ્કૂલની ફી ભરવા કે ટ્રેનની ટિકિટ બુક કરવા સુધી, આપણે સૌ UPI (Unified Payments Interface) પર નિર્ભર છીએ. તે ખૂબ જ સરળ અને ઝડપી માધ્યમ છે. પરંતુ, ઘણીવાર એવું બને છે કે તમે કોઈ મોટું પેમેન્ટ કરવા જાઓ અને અચાનક મોબાઈલ સ્ક્રીન પર મેસેજ આવે - "Limit Exceeded" (લિમિટ પૂરી થઈ ગઈ છે).

આ સમયે આપણને ખ્યાલ આવે છે કે UPI વાપરવાની પણ એક દૈનિક મર્યાદા (Daily Limit) હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો ચિંતા કરશો નહીં. અહીં જાણો કે આ લિમિટ કેટલી હોય છે અને તમે તેને કેવી રીતે વધારી શકો છો.

શું છે UPI ટ્રાન્ઝેક્શન લિમિટ?

સામાન્ય રીતે, મોટાભાગની બેંકોમાં સામાન્ય ગ્રાહકો માટે UPI દ્વારા પૈસા મોકલવાની મર્યાદા 1 લાખ પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે. આ લિમિટ દર 24 કલાકે રીસેટ થાય છે. જોકે, આ લિમિટ માત્ર તમારી UPI એપ (જેમ કે Google Pay કે PhonePe) પર આધારિત નથી હોતી. તે મુખ્યત્વે ત્રણ બાબતો પર આધાર રાખે છે: NPCI ના નિયમો, તમારી બેંકના પોતાના નિયમો અને કેટલીકવાર એપ લેવલના સેટિંગ્સ.

કયા સંજોગોમાં વધારે લિમિટ મળી શકે?


એવું નથી કે દરેક જગ્યાએ માત્ર 1 લાખની જ લિમિટ હોય. NPCI અને બેંકોએ કેટલીક ખાસ કેટેગરી માટે લિમિટ વધારેલી છે:

IPO એપ્લિકેશન માટે.

ઇન્કમ ટેક્સ જેવા સરકારી પેમેન્ટ્સ માટે.

સ્કૂલ-કોલેજની ફી ભરવા માટે.

હોસ્પિટલના બિલ ચૂકવવા માટે.

આવા કિસ્સાઓમાં ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી લઈને 5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે, આ માટે તમારી બેંકે તે ચોક્કસ કેટેગરી માટે હાઈ-લિમિટ ઓપ્શન એનેબલ કરેલું હોવું જરૂરી છે.

લિમિટ ઓછી હોવાના કારણો શું હોઈ શકે?

ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમની લિમિટ 1 લાખ કરતા પણ ઓછી છે. આવું થવા પાછળ નીચે મુજબના કારણો હોઈ શકે છે:

નવું એકાઉન્ટ: જો તમે તાજેતરમાં જ નવું બેંક ખાતું ખોલાવ્યું છે અથવા UPI ચાલુ કર્યું છે, તો સુરક્ષાના કારણોસર બેંક થોડા સમય માટે લિમિટ ઓછી રાખી શકે છે.

ડિવાઈસ ચેન્જ: જો તમે તમારો ફોન બદલ્યો હોય, તો પણ લિમિટ પર કામચલાઉ અસર પડી શકે છે.

અધૂરું KYC: જો તમારા બેંક ખાતાનું KYC (Know Your Customer) અપડેટ થયેલું નથી, તો તમારી ટ્રાન્ઝેક્શન લિમિટ ઓછી થઈ શકે છે.

એક મહત્વની વાત યાદ રાખો કે લિમિટ તમારા 'બેંક એકાઉન્ટ' સાથે જોડાયેલી હોય છે, 'એપ' સાથે નહીં. એટલે કે, જો તમે એક જ બેંક ખાતું Google Pay, PhonePe અને Paytm ત્રણેયમાં લિંક કર્યું હોય, તો પણ તમારી કુલ લિમિટ તે બેંકના નિયમ મુજબ જ રહેશે, એપ બદલવાથી લિમિટ વધશે નહીં.

UPI લિમિટ કેવી રીતે વધારવી?

જો તમારે મોટા વ્યવહારો કરવા છે અને લિમિટ નડતરરૂપ બની રહી છે, તો તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો:

બેંકનો સંપર્ક કરો: સૌથી પહેલા તમારી બેંકમાં તપાસ કરો કે તમારા ખાતાની વર્તમાન લિમિટ કેટલી છે અને તેને વધારવા માટેની શું પ્રક્રિયા છે.

KYC અપડેટ કરો: જો તમારું KYC બાકી હોય, તો તેને તાત્કાલિક પૂરું કરો. ઘણીવાર માત્ર KYC અપડેટ કરવાથી લિમિટ વધી જતી હોય છે.

પેમેન્ટ કેટેગરી તપાસો: જો તમે હોસ્પિટલ કે શિક્ષણ માટે પેમેન્ટ કરી રહ્યા છો, તો ચેક કરો કે તે મર્ચન્ટ હાઈ-લિમિટ કેટેગરીમાં આવે છે કે નહીં.

જો લિમિટ ન વધે તો શું કરવું?

જો બેંક તરફથી લિમિટ વધારવી શક્ય ન હોય, તો તમે પેમેન્ટ માટે બીજા રસ્તા અપનાવી શકો છો, પેમેન્ટને બે અલગ-અલગ દિવસોમાં વહેંચી દો (આજે અડધું અને કાલે અડધું). જો તમારી પાસે બીજું બેંક એકાઉન્ટ હોય, તો તેનો ઉપયોગ કરો. ખૂબ મોટા પેમેન્ટ માટે UPI ના બદલે Net Banking અથવા RTGS/NEFT નો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને સારો વિકલ્પ છે. UPI એ આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની મર્યાદાઓ વિશે જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે, જેથી એન ટાઈમે તમારે મુશ્કેલીમાં મુકાવું ન પડે.]

આ પણ વાંચો-PM Modi on Pakistan: શું પાકિસ્તાન સાથે ફરી થશે યુદ્ધ? PM મોદીએ સંરક્ષણ બજેટ અને ‘ઓપરેશન સિંદૂર' પર આપ્યો જવાબ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 16, 2026 2:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.