Get App

UPI નો નવો રેકોર્ડ: ભારતીયોએ કર્યું રુપિયા 230 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન, દુનિયાના 8 દેશોમાં વાગી રહ્યો છે ડંકો!

ભારતમાં UPI ટ્રાન્ઝેક્શનનો નવો ઈતિહાસ! સરકારે સંસદમાં જણાવ્યું કે, રુપિયા 230 લાખ કરોડના વ્યવહારો થયા છે. હવે ભારત સિવાય 8 દેશોમાં પણ UPI ચાલે છે. જાણો કયા દેશોમાં અને શું છે ખાસ અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2026 પર 6:25 PM
UPI નો નવો રેકોર્ડ: ભારતીયોએ કર્યું રુપિયા 230 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન, દુનિયાના 8 દેશોમાં વાગી રહ્યો છે ડંકો!UPI નો નવો રેકોર્ડ: ભારતીયોએ કર્યું રુપિયા 230 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન, દુનિયાના 8 દેશોમાં વાગી રહ્યો છે ડંકો!
UPI માત્ર ભારત પૂરતું સીમિત રહ્યું નથી, હવે તે વિદેશમાં પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં ભારત સિવાય દુનિયાના 8 દેશોમાં UPI નો ઉપયોગ થઈ રહ્યો છે.

UPI Transaction Record: ભારત ડિજિટલ પેમેન્ટની દુનિયામાં સતત નવા શિખરો સર કરી રહ્યું છે. આજે શાકભાજી લેવાથી માંડીને મોટા શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ લોકો રોકડને બદલે મોબાઈલ કાઢીને સ્કેન કરવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ભારતીયોએ UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ના ઉપયોગમાં એક નવો જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. સરકારે મંગળવારે સંસદમાં ખુશખબર આપતા જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીયોએ UPI દ્વારા અધધધ... 230 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ કરી છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડબ્રેક ઉછાળો

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા સવાલોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્રત્યે લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં ડિસેમ્બર મહિના સુધીમાં જ UPI દ્વારા કુલ 230 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થઈ ચૂક્યા છે.

આ આંકડો કેટલો મોટો છે તે સમજવા માટે આપણે પાછલા વર્ષો પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23 માં આ આંકડો માત્ર 139 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે ખૂબ જ ટૂંકા ગાળામાં UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે.

ભારતની બહાર 8 દેશોમાં UPI નો ડંકો

UPI માત્ર ભારત પૂરતું સીમિત રહ્યું નથી, હવે તે વિદેશમાં પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં ભારત સિવાય દુનિયાના 8 દેશોમાં UPI નો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીં કરન્સી કન્વર્ઝન (ચલણ રૂપાંતર) ની સુવિધા સાથે પેમેન્ટ થાય છે, જે તે દેશના કાયદાઓને અનુરૂપ છે.

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હાલમાં નીચે મુજબના 8 દેશોમાં UPI કાર્યરત છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો