SBI Research Report: અમેરિકી શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાએ રોકાણકારોની ચિંતા વધારી છે. SBI રિસર્ચના 24 નવેમ્બરના Ecowrap રિપોર્ટ અનુસાર, હાલનો ઘટાડો શરૂઆતના ડૉટ-કોમ બબલ સમયગાળાની સરખામણીમાં પણ વધુ ઝડપી છે. S&P 500 ઇન્ડેક્સ તેના રેકોર્ડ હાઈથી ઘટ્યા બાદ પ્રથમ 33 ટ્રેડિંગ સેશનમાં 11.6% તૂટ્યો છે, જ્યારે ડૉટ-કોમ સંકટના શરૂઆતના તબક્કામાં આ જ સમયગાળામાં ઇન્ડેક્સ 7.8% ઘટ્યો હતો.

