પોતાનું ઘર બનાવવું છે? સરકાર આપશે 1,50,000 રૂપિયા અને લોન પર 4% સબસિડી, જાણો PMAY 2.0 નો લાભ કોને મળશે | Moneycontrol Gujarati
Get App

પોતાનું ઘર બનાવવું છે? સરકાર આપશે 1,50,000 રૂપિયા અને લોન પર 4% સબસિડી, જાણો PMAY 2.0 નો લાભ કોને મળશે

શહેરમાં પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું કરો! PM આવાસ યોજના 2.0 હેઠળ સરકાર આપશે 1.50 લાખ રૂપિયાની સહાય અને લોન પર 4% વ્યાજ સબસિડી. જાણો યોજનાના નિયમો અને કોને મળશે લાભ.

અપડેટેડ 04:44:11 PM Sep 11, 2026 પર
Story continues below Advertisement
આ યોજનાનો લાભ મુખ્યત્વે EWSને મળશે. આ માટે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

PM Awas Yojana 2.0: દરેક સામાન્ય માણસનું સપનું હોય છે કે શહેરમાં પોતાનું એક પાકું ઘર હોય. જો તમે પણ આવું જ સપનું જોઈ રહ્યા છો, તો કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0' તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર લઈને આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર મેળવવામાં મદદ કરવાનો છે.

4 અલગ-અલગ કેટેગરીમાં મળશે ફાયદો

સરકારે લોકોની અલગ-અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ લેટેસ્ટ યોજનાને 4 મુખ્ય કેટેગરીમાં વહેંચી છે.

પોતાની જમીન પર મકાન બનાવવા માટે આર્થિક સહાય.

ખાનગી કે સરકારી એજન્સીઓની મદદથી તૈયાર થતા કિફાયતી (સસ્તા) ઘરો.


શહેરમાં રોજગાર માટે આવતા લોકો માટે સસ્તા ભાડાના મકાન.

હોમ લોન પર વ્યાજમાં સબસિડી.

સરકાર તરફથી શું-શું મદદ મળશે?

જો તમારી પાસે પોતાની માલિકીની જમીન છે, પરંતુ પાકું મકાન બનાવવા માટે પૂરતા પૈસા નથી, તો સરકાર તમને 1.50 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. જે લોકો પાસે પોતાની જમીન નથી, તેમના માટે સરકાર એજન્સીઓ સાથે મળીને 'કિફાયતી આવાસ' તૈયાર કરશે. આ અંતર્ગત પણ EWS કેટેગરીના પાત્ર લોકોને 1.50 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.

નોકરી કે મજૂરી અર્થે શહેરમાં આવતા પ્રવાસી શ્રમિકો માટે સરકાર સસ્તા ભાડાના મકાનની વ્યવસ્થા ઊભી કરી રહી છે, જેથી તેઓ ઓછા ખર્ચે શહેરમાં રહી શકે. જો તમે ઘર ખરીદવા કે બનાવવા લોન લઈ રહ્યા છો, તો 8 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર તમને વાર્ષિક 4 ટકાની વ્યાજ સબસિડી મળશે. ઉદાહરણ તરીકે, જો બેંકનો વ્યાજદર 9 ટકા હોય, તો સબસિડી બાદ તમારે માત્ર 5 ટકા જ વ્યાજ ચૂકવવું પડશે.

આ યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ લેવા માટે સરકારે અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે.

આ યોજનાનો લાભ મુખ્યત્વે EWSને મળશે. આ માટે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. અરજદાર કે તેના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં ક્યાંય પણ બીજું કોઈ પાકું મકાન ન હોવું જોઈએ. જો પરિવારે અગાઉ જૂની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હશે, તો તેમને આ નવી યોજનાનો લાભ ફરીથી મળશે નહીં.

આ પણ વાંચો-Gold Silver Price Crash: યુએસ ફેડના ડરથી સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં સોનું 2% અને ચાંદી 6% તૂટી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 4:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.