કિસાન ક્રેડિટ કાર્ડ અથવા KCC ખેડૂતોમાં સૌથી વધુ પોપ્યુલર યોજનાઓ પૈકીની એક છે. KCC યોજના વર્ષ 1998 માં ખેડૂતો માટે લોન પ્રોસેસને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને કૃષિ હેતુ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં, ખેડૂતોને 4%ના ખૂબ જ પોસાય તેવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ યોજનામાં અરજદારની લઘુત્તમ વય 18 વર્ષ છે અને તેની કોઈ મહત્તમ વય મર્યાદા નથી. આ યોજના હેઠળ મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. લોનની મહત્તમ મુદત 5 વર્ષ છે. કિસાન ક્રેડિટ કાર્ડની વેલિડિટી પણ 5 વર્ષની છે.

