YouTubeએ ક્રિએટર્સ માટે નવું AI આધારિત ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કર્યું છે. હવે તમે તમારા વીડિયોને હિન્દી સહિત 27 ભાષાઓમાં ડબ કરી શકશો. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને તેનાથી શું ફાયદો થશે.
YouTubeએ ક્રિએટર્સ માટે નવું AI આધારિત ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કર્યું છે.
YouTube Auto Dubbing: જો તમે યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવો છો, તો આ સમાચાર તમારા માટે મોટી ખુશખબર લઈને આવ્યા છે. YouTubeએ હવે ભાષાની મોટી સમસ્યા ઉકેલી લીધી છે. ગૂગલના આ વીડિયો પ્લેટફોર્મે એક નવું અને દમદાર ફીચર ઉમેર્યું છે, જેના કારણે હવે કન્ટેન્ટ ક્રિએટર્સની મોટી ચિંતા દૂર થઈ જશે.
હવે ક્રિએટર્સ પોતાના ઓરિજિનલ વીડિયોને એકસાથે 27 અલગ-અલગ ભાષાઓમાં ડબ કરી શકશે. સૌથી મજાની વાત એ છે કે આ માટે તમારે કોઈ પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટને પૈસા ચૂકવવાની કે હાયર કરવાની કોઈ જરૂર નથી.
શું છે આ નવું ફીચર?
YouTube નું આ નવું ફીચર સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિત છે. આ ફીચર વીડિયો અપલોડ કરતી વખતે ‘ઓટો-ડબિંગ' (Auto-Dubbing)નો વિકલ્પ આપે છે. એટલે કે, તમે વીડિયો એક ભાષામાં બનાવો અને તેને ભારતીય ભાષાઓ સહિત ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં પણ કન્વર્ટ કરી શકો છો. આનાથી ક્રિએટર્સની રીચ (પહોંચ) વધશે અને ભાષાની દીવાલ તૂટી જશે.
27 ભાષાઓનો સપોર્ટ અને 6 મિલિયન વ્યૂઝ
ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં આ ઓટો-ડબ ફીચર વિશે વિગતવાર માહિતી આપી છે. કંપનીના જણાવ્યા મુજબ, હાલમાં આ સુવિધા 27 ભાષાઓ માટે ઉપલબ્ધ છે. ગૂગલે એક ડેટા શેર કરતા જણાવ્યું કે, દુનિયાભરમાં રોજના 6 મિલિયન (60 લાખ) એવા વ્યૂઅર્સ છે જેઓ ડબ કરેલા કન્ટેન્ટને જુએ છે. આ ફીચરનું ટેસ્ટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું.
એક્સપ્રેસિવ સ્પીચ અને ઓટો ડબિંગ
યુટ્યુબે બે પ્રકારના ફીચર્સ પર કામ કર્યું છે:
એક્સપ્રેસિવ સ્પીચ (Expressive Speech): આ ફીચરમાં ક્રિએટર્સ 8 ભાષાઓમાં પોતાના અવાજના હાવભાવ સાથે ડબિંગ કરી શકે છે. જેમાં હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઈન્ડોનેશિયાઈ, ઈટાલિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશનો સમાવેશ થાય છે.
ઓટો ડબિંગ (Auto Dubbing): આ ફીચર 27 ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં તમે નીચે મુજબની ભાષાઓમાં વીડિયો અપલોડ કરી શકો છો:
ભારતીય ભાષાઓ: હિન્દી, બંગાળી, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ.
આ ફીચર માત્ર ક્રિએટર્સ માટે જ નહીં પણ જોનારાઓ (Viewers) માટે પણ ખૂબ ઉપયોગી છે. YouTube હવે યુઝરની 'પ્રિફર્ડ લેંગ્વેજ' (પસંદગીની ભાષા) ના આધારે વીડિયોનો ઓડિયો સેટ કરશે.
સરળ ભાષામાં સમજીએ તો, તમારી વોચ હિસ્ટ્રીના આધારે યુટ્યુબ નક્કી કરશે કે તમને કઈ ભાષા પસંદ છે. જો કોઈ વીડિયો કોરિયન ભાષામાં અપલોડ થયો છે પણ તમારી પસંદગીની ભાષા હિન્દી છે, અને તે વીડિયો હિન્દી ડબિંગમાં ઉપલબ્ધ છે, તો તે ઓટોમેટિક હિન્દીમાં જ વાગશે. તમારે સેટિંગમાં જઈને બદલવાની જરૂર નહીં પડે.
આવનારા સમયમાં લિપ-સિંક પણ થશે
Google અત્યારે તેના વીડિયો પ્લેટફોર્મ માટે ઘણા નવા ફીચર્સ ટેસ્ટ કરી રહ્યું છે. કંપની ઓટો-ડબિંગને વધુ નેચરલ બનાવવા માટે લિપ-સિંકિંગ (હોઠના ફફડાટ) પર પણ કામ કરી રહી છે. જેથી ઓરિજિનલ ભાષા અને ડબ થયેલી ભાષા વચ્ચે કોઈ તફાવત ન લાગે અને યુઝરને એકદમ નેચરલ અનુભવ મળે.