સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
CLSA On Banks -
સીએલએસએ બેન્કિંગ સેક્ટર પર આવનાર અમુક ત્રિમાસિકમાં NIM નોર્મલાઈઝ થવાની અપેક્ષા રાખી છે. આગળ તેમણે કહ્યુ કે 6-12 મહિનામાં સેક્ટર આઉટ પર્ફોમ કરી શકે. સેક્ટર માટે રિસ્ક રિવોર્ડ સુધર્યો છે. લાર્જ કેપ ફાઇનાન્સિયલ્સમાં માત્ર બજાજ ફાઇનાન્સ માટે ચિંતા જતાવી છે.
Jefferies On Voltas -
જેફરીઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹1,050 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે IMD દ્વારા 2023 ની પ્રથમ હીટ વેવ ચેતવણી રજુ કરી છે. કૉમોડિટીની કિંમતો ઘટવાની અસર પ્રાઈસિંગ પર નથી જોવા મળી. આગળ વોલ્યુમ અને માર્જિન સુધરવાની આશા જતાવી છે.

