Get App

ઈન્ડિગોના મુસાફરોને મોટો ઝટકો! બાળકોની ટિકિટથી લઈને એક્સ્ટ્રા લગેજ સુધીની સેવાઓ થઈ મોંઘી, જુઓ નવું લિસ્ટ

IndiGo baggage allowance: ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોને ઝટકો આપતા એક્સ્ટ્રા લગેજ, ઈન્ફન્ટ ટિકિટ અને ચેક-ઈન સહિતની સુવિધાઓ મોંઘી કરી છે. ફ્લાઈટ બુક કરતા પહેલા જાણો નવા ચાર્જિસ વિશેની સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2026 પર 3:00 PM
ઈન્ડિગોના મુસાફરોને મોટો ઝટકો! બાળકોની ટિકિટથી લઈને એક્સ્ટ્રા લગેજ સુધીની સેવાઓ થઈ મોંઘી, જુઓ નવું લિસ્ટઈન્ડિગોના મુસાફરોને મોટો ઝટકો! બાળકોની ટિકિટથી લઈને એક્સ્ટ્રા લગેજ સુધીની સેવાઓ થઈ મોંઘી, જુઓ નવું લિસ્ટ
ઈન્ડિગોએ નાના બાળકો સાથે મુસાફરી કરવાના ચાર્જમાં સીધો 1,000 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા આ ચાર્જ 2,000 રૂપિયા હતો, જે હવે વધારીને 3,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

IndiGo baggage allowance: જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો એ પોતાના મુસાફરોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ફ્લાઈટ ટિકિટ સિવાયની વધારાની સુવિધાઓના ચાર્જમાં મોટો વધારો ઝીંકી દીધો છે.

હવે તમારે નાના બાળકો સાથે મુસાફરી કરવા, નિર્ધારિત વજન કરતા વધારે સામાન લઈ જવા કે પછી જલ્દી ચેક-ઈન કરવા માટે પહેલા કરતા વધારે ખિસ્સા ખાલી કરવા પડશે. આ નવા ફેરફારો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ માટે લાગુ કરવામાં આવ્યા છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે કઈ સેવામાં કેટલો વધારો થયો છે.

નાના બાળકો સાથેની મુસાફરી થઈ મોંઘી

ઈન્ડિગોએ નાના બાળકો સાથે મુસાફરી કરવાના ચાર્જમાં સીધો 1,000 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા આ ચાર્જ 2,000 રૂપિયા હતો, જે હવે વધારીને 3,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ નિયમ 3 દિવસથી લઈને 2 વર્ષ સુધીની ઉંમરના બાળકો પર લાગુ પડે છે. ખાસ ધ્યાન રાખો કે આ ચાર્જ ભર્યા પછી પણ બાળકને અલગથી સીટ નથી મળતી, પરંતુ મુસાફરી માટે તેમની ટિકિટ બુક કરવી ફરજિયાત હોય છે.

વડીલ વિના મુસાફરી કરતા બાળકોનો ચાર્જ વધ્યો

ઘણીવાર માતા-પિતા પોતાના બાળકોને એકલા ફ્લાઈટમાં મોકલતા હોય છે. ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટમાં કોઈપણ વડીલ કે વાલી વિના એકલા મુસાફરી કરતા બાળકો માટેની સહાયતા સેવાનો ચાર્જ પણ વધારી દેવાયો છે. હવે આ સુવિધા માટે 5,000 રૂપિયાના બદલે 5,999 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આ સેવાનો ચાર્જ 12,999 રૂપિયા જળવાઈ રહ્યો છે. આ સેવા લેવા માટે એરલાઈનના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે.

એક્સ્ટ્રા લગેજ લઈ જવું પડશે ભારે

બધા સમાચાર

+ વધુુ વાંચો