Get App

Axis Bank Share Price: પરિણામો બાદ શેરમાં 5%નો ઘટાડો, છતાં નિષ્ણાતો કેમ આપી રહ્યા છે ‘Buy’ રેટિંગ? જાણો શું છે નવો ટાર્ગેટ

Axis Bank Share Price: Axis Bankના Q4 પરિણામો બાદ શેરમાં 5% નો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ 94% બ્રોકરેજ હાઉસ હજુ પણ સ્ટોક પર તેજીમાં છે. જાણો નોમુરા અને કોટક જેવા દિગ્ગજોએ શું ટાર્ગેટ આપ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 27, 2026 પર 10:12 AM
Axis Bank Share Price: પરિણામો બાદ શેરમાં 5%નો ઘટાડો, છતાં નિષ્ણાતો કેમ આપી રહ્યા છે ‘Buy’ રેટિંગ? જાણો શું છે નવો ટાર્ગેટAxis Bank Share Price: પરિણામો બાદ શેરમાં 5%નો ઘટાડો, છતાં નિષ્ણાતો કેમ આપી રહ્યા છે ‘Buy’ રેટિંગ? જાણો શું છે નવો ટાર્ગેટ
Axis Bank Share Price: શેરબજારમાં અત્યારે બેંકિંગ સેક્ટરના દિગ્ગજ એવા Axis Bank (એક્સિસ બેંક)ના શેર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Axis Bank Share Price: શેરબજારમાં અત્યારે બેંકિંગ સેક્ટરના દિગ્ગજ એવા Axis Bank (એક્સિસ બેંક)ના શેર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જાન્યુઆરી-માર્ચ 2026 ના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ બેંકના શેરમાં લગભગ 5%નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં થોડી ચિંતા જોવા મળી હતી. જોકે, નવાઈની વાત એ છે કે શેર ઘટવા છતાં માર્કેટ એક્સપર્ટ્સ અને બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોક પર ખૂબ જ પોઝિટિવ છે. અંદાજે 94% એનાલિસ્ટ્સે આ શેર માટે ‘Buy’ (ખરીદવા માટેની) રેટિંગ યથાવત રાખી છે.

કેવા રહ્યા Axis Bank ના Q4 પરિણામો?

માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એક્સિસ બેંકનો દેખાવ મિશ્ર રહ્યો છે. બેંકના નફા અને આવકની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

ચોખ્ખો નફો: બેંકનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 7,071.31 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના 7,117.50 કરોડ રૂપિયા કરતા 0.65% ઓછો છે.

કુલ આવક: બેંકની કુલ આવકમાં 2% નો વધારો થયો છે. માર્ચ 2025 માં આવક 38,022.03 કરોડ રૂપિયા હતી, જે વધીને 38,746.64 કરોડ રૂપિયા થઈ છે.

વ્યાજની આવક (NII): નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ (NII) 4.7% વધીને 14,457 કરોડ રૂપિયા પર પહોંચી છે.

NPAની સ્થિતિ: બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે. ગ્રોસ NPA રેશિયો ઘટીને 1.23% થયો છે, જે અગાઉ 1.28% હતો. જોકે, નેટ NPA માં 0.33% થી વધીને 0.37% નો સામાન્ય વધારો જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો