ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે, જ્યારે આવકમાં વધારો થયો છે. કંપનીએ પરિણામોની સાથે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 0.5 ટકા ઘટીને 4235 કરોડ રૂપિયા થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 28,862 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ડોલર આવક 3,445 મિલિયન ડૉલર પર રહ્યા. જાણો આગળ મોર્ગન સ્ટેનલી, જેફરીઝ, એચએસબીસી અને નોમુરાએ સ્ટૉક પર શું સલાહ આપી.