Get App

RIL Share Price: જિયોના લિસ્ટિંગ બાદ રિલાયન્સના શેરમાં 6%નો ઉછાળો, બ્રોકરેજે આપ્યો ₹1,840નો ટાર્ગેટ

Jio Platformsના શાનદાર લિસ્ટિંગ અને Q2 FY27ના રેકોર્ડ પરિણામો બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 6%થી વધુનો ઉછાળો આવ્યો છે. નોમુરાએ ₹1,560 અને Goldman Sachsએ ₹1,840નો ટાર્ગેટ આપ્યો છે. મજબૂત O2C અને Jio બિઝનેસથી કંપનીના પરિણામોને ટેકો મળ્યો છે, જોકે રિટેલ બિઝનેસનું પ્રદર્શન તુલનાત્મક રીતે નબળું રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 11:42 AM
RIL Share Price: જિયોના લિસ્ટિંગ બાદ રિલાયન્સના શેરમાં 6%નો ઉછાળો, બ્રોકરેજે આપ્યો ₹1,840નો ટાર્ગેટRIL Share Price: જિયોના લિસ્ટિંગ બાદ રિલાયન્સના શેરમાં 6%નો ઉછાળો, બ્રોકરેજે આપ્યો ₹1,840નો ટાર્ગેટ
Jioના શાનદાર લિસ્ટિંગ અને રેકોર્ડ Q2 પરિણામો બાદ Relianceના શેરમાં 6%થી વધુની તેજી! ગોલ્ડમેન સૅક્સે ₹1,840નો ટાર્ગેટ આપ્યો, જ્યારે Nomuraનો ટાર્ગેટ ₹1,560 છે.

લગભગ એક વર્ષથી નબળા પ્રદર્શન બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરમાં તેજી જોવા મળી રહી છે. Jio Platformsના શાનદાર લિસ્ટિંગ અને રિલાયન્સના મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ સોમવારે શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ શેર ઇન્ટ્રાડેમાં 6%થી વધુ ઉછળ્યો હતો. ખાસ વાત એ છે કે રિલાયન્સના શેર અંગે હવે મોટા બ્રોકરેજ હાઉસ પણ સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે. નોમુરાએ શેર પર Buy રેટિંગ જાળવી રાખીને ₹1,560નો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે Goldman Sachsએ ₹1,840નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે.

બજારમાં સૌથી આગળ રહ્યો રિલાયન્સનો શેર

સોમવારે સવારે શેરબજારમાં સૌથી વધુ ચર્ચા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની રહી હતી. શેર Nifty 50નો ટોપ ગેનર બન્યો હતો અને ઇન્ડેક્સને ઉપર લઈ જવામાં તેનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. NSE અને BSE બંને એક્સચેન્જ પર સૌથી વધુ ટ્રેડ થયેલા શેરોમાં પણ રિલાયન્સનો સમાવેશ થયો હતો.

મુકેશ અંબાણીની આગેવાની હેઠળના આ ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹16.77 લાખ કરોડ પર પહોંચી ગયું હતું. રિલાયન્સના શેરમાં આવેલી તેજીની અસર સમગ્ર બજાર પર જોવા મળી હતી. સવારે લગભગ 9:40 વાગ્યે સેન્સેક્સ 966 પોઇન્ટ એટલે કે 1.3% વધીને 75,426 પર અને નિફ્ટી 255 પોઇન્ટ એટલે કે 1.1% વધીને 23,309 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો