Get App

JP Morgan: 3 હાઉસિંગ ફાઇનાન્સ શેર પર કવરેજ શરૂ, PNB ને Overweight તો Bajaj ને આપ્યું Underweight

JP Morganએ LIC Housing, PNB Housing અને Bajaj Housing Finance પર કવરેજ શરૂ કર્યું. જાણો કયા શેરને Overweight, કોને Underweight રેટિંગ મળ્યું અને ત્રણેયના નવા ટાર્ગેટ પ્રાઇસ.

MoneyControl Newsઅપડેટેડ Apr 13, 2026 પર 11:51 AM
JP Morgan: 3 હાઉસિંગ ફાઇનાન્સ શેર પર કવરેજ શરૂ, PNB ને Overweight તો Bajaj ને આપ્યું UnderweightJP Morgan: 3 હાઉસિંગ ફાઇનાન્સ શેર પર કવરેજ શરૂ, PNB ને Overweight તો Bajaj ને આપ્યું Underweight
JP Morganએ LIC Housing, PNB Housing અને Bajaj Housing Finance પર કવરેજ શરૂ કર્યું.

Housing Finance Stocks: વૈશ્વિક બ્રોકરેજ ફર્મ JP Morganએ ભારતના હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં મોટી એન્ટ્રી કરી છે. ફર્મે એકસાથે ત્રણ મોટી કંપનીઓ - LIC Housing Finance, PNB Housing Finance અને Bajaj Housing Finance પર કવરેજ શરૂ કર્યું છે. જોકે ત્રણેય માટે તેનો વ્યૂ એકસરખો નથી.

આજે ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ જતાં ગ્લોબલ માર્કેટમાં વેચવાલી છે, તેની અસર આ શેરો પર પણ દેખાઈ. BSE પર આજે LIC Housing Finance લગભગ 1.94% ઘટીને 521, Bajaj Housing Finance 0.98% ઘટીને 85.10 અને PNB Housing Finance 1.03% ઘટીને 855.70 પર ટ્રેડ કરી રહ્યા હતા.

ત્રણેય શેર માટે JP Morganના ટાર્ગેટ શું છે?

PNB Housing Finance: રેટિંગ - Overweight, ટાર્ગેટ પ્રાઇસ - 1,000

Bajaj Housing Finance: રેટિંગ - Underweight, ટાર્ગેટ પ્રાઇસ - 70 (આ તેનો IPO ઇશ્યૂ પ્રાઇસ છે)

LIC Housing Finance: રેટિંગ - Neutral, ટાર્ગેટ પ્રાઇસ - 580

બજારના બાકી એનાલિસ્ટ્સની વાત કરીએ તો, PNB Housingને કવર કરતા 12 એનાલિસ્ટ્સે Buy અને 2 એ Hold કહ્યું છે, Sell કોઈનું નથી. Bajaj Housing માટે 6 એ Buy, 4 એ Hold અને 4 એ Sell રેટિંગ આપ્યું છે. જ્યારે LIC Housing માટે 14 એ Buy, 13 એ Hold અને 4 એનાલિસ્ટ્સે Sell ની સલાહ આપી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો