Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પણ ખેડૂતો પ્રત્યે દયા બતાવી છે. તેમણે કૃષિ ધિરાણ માટે 20 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મતલબ કે સરકાર ખેડૂતોને લોન આપવા માટે બેંકોને 20 લાખ કરોડ રૂપિયા આપશે. સરકારનું માનવું છે કે જો ખેડૂતો ખેતીમાં સારું રોકાણ કરશે તો ઉત્પાદકતામાં વધારો થશે. અગાઉ ક્યારેય કૃષિ લોન માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી ન હતી. ગયા બજેટમાં સરકારે કૃષિ ધિરાણ માટે 18.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. કૃષિ લોનની ફાળવણીમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધશે. જેના કારણે ખેડૂતોની આવક પણ વધુ થશે.