Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિકોની જૂની સમસ્યાનું સમાધાન કર્યું છે. હવે વૃદ્ધો નિયમિત આવકનો લાભ આરામથી લઈ શકશે. આ માટે નાણામંત્રીએ બે મોટી જાહેરાતો કરી છે. પ્રથમ, તેમણે વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)માં રોકાણ મર્યાદા બમણી કરી. હવે આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિક 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. પહેલા આ મર્યાદા 15 લાખ રૂપિયા હતી. આ સ્કીમમાં વાર્ષિક 8 ટકા વ્યાજ મળે છે. વ્યાજ દર ક્વાર્ટરમાં ચૂકવવામાં આવે છે. બીજું, નાણાપ્રધાને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS)માં રોકાણની મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરી છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.