Indian Rupee: ભારતની અર્થવ્યવસ્થા દિવસે દિવસે મજબૂત બની રહી છે, અને તેનો પ્રભાવ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તાજેતરમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જે ભારતીય રૂપિયાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી આપશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આ નિર્ણયો જાહેર કર્યા, જેનો હેતુ વિદેશી મુદ્રા પર નિર્ભરતા ઘટાડવાનો અને રૂપિયાને વેપારમાં પ્રોત્સાહન આપવાનો છે.