નાણાકીય વર્ષ 2024-25 માટે પૂરક બજેટ (બજેટ 2024) માટે માત્ર 3 દિવસ બાકી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને 23 જુલાઈએ સંસદમાં રજૂ કરશે. નાણામંત્રી તરીકે તેઓ સતત સાતમું બજેટ રજૂ કરશે. હલવા સેરેમની સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બજેટ સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ શું તમે જાણો છો કે બજેટ દસ્તાવેજ શું છે અને તે કેવી રીતે અને ક્યાં તૈયાર થાય છે?