Campa Sure Packaged Water: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, મુકેશ અંબાનીની FMCG કંપની, હવે પેકેજ્ડ પાણીના બજારમાં મોટો ધડાકો કરવા તૈયાર છે. કોલા સેક્ટરમાં પોતાની સફળ એન્ટ્રી બાદ હવે કંપનીએ પાણીના 30000 કરોડના અત્યંત સ્પર્ધાત્મક બજારમાં પોતાની નવી બ્રાન્ડ કેમ્પા શ્યોર લોન્ચ કરી છે. આ નવી બ્રાન્ડ બિસલેરી, કોકા-કોલાની કિન્લે અને પેપ્સિકોની એક્વાફિના જેવી મોટી કંપનીઓને કડક ટક્કર આપવા માટે તૈયાર છે.