IIP Growth: ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) ઓગસ્ટ 2025 માં 4% વધ્યો, જે જુલાઈમાં 3.5% હતો. આ સૂચવે છે કે, ઔદ્યોગિક પ્રવૃત્તિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. માઈનિંગ ક્ષેત્રે સૌથી મોટો વિકાસ અનુભવ્યો, જુલાઈમાં 7.2% ઘટાડા પછી ઓગસ્ટમાં 6% નો વધારો નોંધાવ્યો. વીજળી ઉત્પાદનમાં પણ સુધારો થયો, જે 3.7% થી વધીને 4.1% થયો, જે ફેક્ટરી અને વાણિજ્યિક પ્રવૃત્તિને ટેકો આપે છે.