Get App

Budget 2024: નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે-મિહિર વોરા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના ડાયરેક્ટર અને CIO મિહિર વોરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 25, 2024 પર 3:38 PM
Budget 2024: નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે-મિહિર વોરાBudget 2024: નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે-મિહિર વોરા
મિહિર વોરાનું માનવું છે કે હવે FD અને બોન્ડ વચ્ચેનો તફાવત ઓછો કરી દીધો છે. LTCGમાં ટેક્સ રેશનલાઈઝેશન વચગાળાના બજેટમાં નહીં થાય.

મિહિર વોરાનું કહેવુ છે કે ટેક્સની સ્થિતિ ઘણી સ્ટ્રીમલાઈન થઈ ગઈ છે. GST માટે કાઉન્સિલની રચના થઈ ગઈ છે. ટેક્સની દૃષ્ટીએ બજેટ થોડું નિરાસ રહેશે. નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે. નાણાકીય વર્ષ 24-25માં નાણાંકીય ખાધનો લક્ષ્ય 5.5% નો રહેવાનો અંદાજ છે.

મિહિર વોરાના મતે નાણાંકીય ખાધ પર બોન્ડ માર્કેટની નજર હોય છે. ગ્રામિણ અર્થતંત્રમાં માગ વધે તેવા પગલા લેવાય તેવી આશા છે. ગિફ્ટ સિટીમાં નવા ફંડ્સ આવવાની આશા છે. ગિફ્ટ સિટી ઈઝ ઓફ ડુઈંગની દિશામાં મહત્વનું પગલું છે. LTCG અને STT બેમાંથી એક ટેક્સ હટાવે એવી આશા છે.

Union Budget 2024: આ બજેટમાં NPS ને લઈને થઈ શકે છે મહત્વનો નિર્ણય, ટેક્સ-છૂટ વધારી શકે છે સરકાર

મિહિર વોરાનું માનવું છે કે હવે FD અને બોન્ડ વચ્ચેનો તફાવત ઓછો કરી દીધો છે. LTCGમાં ટેક્સ રેશનલાઈઝેશન વચગાળાના બજેટમાં નહીં થાય. હાલમાં આપણી લિક્વિડિટી ઘણી નેગેટિવ છે. બેન્કોની સ્થિતિ અંગે કોઈ ચિંતા નથી. નાણાકીય વર્ષ 24માં ITનુ કલેકશન GST કરતા વધારે રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો