Budget 2025-2026: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે શેરી વિક્રેતાઓ માટે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનામાં સુધારો કરવામાં આવશે. આ અંતર્ગત, લાભાર્થીઓને બેન્કો અને UPI સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા લોનની સુવિધા ઉપલબ્ધ થશે. આ લોનની મર્યાદા 30,000 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે પીએમ સ્ટ્રીટ વેન્ડર સેલ્ફ-રિલાયન્ટ ફંડ (પીએમ-સ્વનિધિ) એ શેરી વિક્રેતાઓને સસ્તી લોન પૂરી પાડવા માટેની એક ખાસ સુવિધા છે.