Budget 2025: આજે દેશના નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઘણી મોટી જાહેરાતો કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.