Budget 2025 : વીમા કંપનીઓને આશા છે કે આગામી કેન્દ્રીય બજેટ તેમને વીમા અને હેલ્થકેર સેક્ટર્સ માટે છૂટછાટો સહિત અનેક ટેક્સ બેનિફિટ પ્રોવાઇડ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. SBI જનરલ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નવીન ચંદ્ર ઝાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં 'બધા માટે વીમો' ના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે 'બિમા સુગમ' જેવી પહેલને નિયમનકારી અને નાણાકીય સહાયની જરૂર છે. આશા છે કે. વીમા પ્લેટફોર્મ પોલિસીબજાર અને નાણાકીય સેવાઓ પ્લેટફોર્મ પૈસાબજારની પેરેન્ટ કંપની, પીબીફિનટેકના સંયુક્ત ગ્રુપ સીઈઓ સરબવીર સિંહે વીમા ક્ષેત્રમાં કલમ 80C અને 80D હેઠળ કર નિયમોમાં ફેરફારની હિમાયત કરી.

