Get App

Budget 2025: બજેટ પહેલા કેમ ઉજવાય છે 'Halwa Ceremony', જાણો શું છે તેનું મહત્વ અને ઈતિહાસ

હલવા સેરેમનીની પરંપરા દશકા જુની છે. આ આયોજન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને નાણાકીય પ્રક્રિયાઓથી જોડાયા છે. જો કે, 2022 માં કોવિડ-19 મહામારીના કારણે આ પરંપરાને સ્થગિત કરી દેવામાં આવી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2025 પર 2:21 PM
Budget 2025: બજેટ પહેલા કેમ ઉજવાય છે 'Halwa Ceremony', જાણો શું છે તેનું મહત્વ અને ઈતિહાસBudget 2025: બજેટ પહેલા કેમ ઉજવાય છે 'Halwa Ceremony', જાણો શું છે તેનું મહત્વ અને ઈતિહાસ
Budget 2025: બજેટ પહેલા દર વર્ષે યોજાતી ‘હલવા સેરેમની’નું આયોજન નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

Halwa Ceremony Before Budget: બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે ‘હલવા સેરેમની’ અને તેની પાછળનો ઇતિહાસ

શુભ કાર્ય શરૂ કરતી વખતે ‘મોં મીઠુ કરવાની’ પરંપરા

ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે અને તે પેક થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને ‘હલવા સેરેમની’કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીયે તો જેવી રીતે શુભ કાર્ય શરૂ કરવામાં આવે ત્યારે મીઠાઈ વહેંચવામાં આવે છે, તેવી જ રીતે બજેટ રજૂ કરતા પહેલા ‘હલવા સેરેમની’ કરીને મોં મીઠુ કરવામાં આવે છે. આ સેરેમની માટે એક મોટી કઢાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ‘હલવા સેરેમની’નું આયોજન થઈ શક્યું ન હતું. અલબત્ત, આ ‘હલવા સેરેમની’ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આ પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો