Budget 2025: દેશના વિવિધ સેક્ટરોને 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટથી ઘણી અપેક્ષાઓ છે. આ સંદર્ભમાં દેશના ડિફેન્સ સેક્ટરને પણ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતો માને છે કે ડિફેન્સ સેક્ટરમાં વ્યાપક આધુનિકીકરણની જરૂર છે. જો કે આ સેક્ટર સાથે સંકળાયેલા વિવિધ નિષ્ણાતો બજેટ ફાળવણી અંગે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રજૂ કરાયેલા નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સરકારે ડિફેન્સ સેક્ટર માટે 6.22 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે નાણાકીય વર્ષ 2023-24ના બજેટ કરતાં 4.79 ટકા વધુ હતા.