Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા દિવસોમાં લોકસભામાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણામંત્રીનું આ 8મું બજેટ હશે અને આ બજેટ ગ્રામજનો માટે ખૂબ જ ખાસ બની શકે છે. CNBC બજારના સૂત્રોના હવાલેથી મળેલી એક્સક્લૂઝિવ જાણકારીના અનુસાર, બજેટનું ફોક્સ ગ્રામીણ રસ્તાઓ પર રહી શકે છે.