Union Budget 2025-26: નાણા મંત્રાલય ઓક્ટોબરના બીજા સપ્તાહથી નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરશે. ભારતીય અર્થતંત્રે સતત 4 નાણાકીય વર્ષમાં 7 ટકા કે તેથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. આગામી નાણાકીય વર્ષનું બજેટ વિકાસની ગતિને વધુ વેગ આપવા, રોજગારી સર્જન અને અર્થતંત્રમાં માંગ વધારવાના પગલાં માટે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે.