Economic Survey 2025: બજેટ સત્ર આજથી એટલે કે 31 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ રહ્યું છે. આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આર્થિક સર્વે 2025 રજૂ કરવામાં આવશે.

