Get App

Economic Survey 2025: સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન, સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની સુવિધા મારી સરકારે શરૂ કરી. સ્વામિત્વ યોજના હેઠળ 2.25 કરોડ કાર્ડ રજૂ કર્યા. વન નેશન, વન ઈલેક્શન તરફ મારી સરકાર આગળ વધી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2025 પર 11:25 AM
Economic Survey 2025: સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન, સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાEconomic Survey 2025: સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન, સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના
Economic Survey 2025: સંસદના બંને ગૃહ સંબોધતા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે ભારતના બંધારણનો 75મો જન્મદિવસ હાલમાં મનાવ્યો.

Economic Survey 2025: સંસદના બંને ગૃહ સંબોધતા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે ભારતના બંધારણનો 75મો જન્મદિવસ હાલમાં મનાવ્યો. દેશમાં મહાકુંભનો મહાપર્વ ચાલી રહ્યો છે. ભારતના અમૃતકાળમાં મારી સરકાર મહેનત કરી રહી છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ લોકોને ઘર મળ્યા. મહાકુંભમાં થયેલી દુર્ઘટના પર દુ:ખી છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની સુવિધા મારી સરકારે શરૂ કરી. સ્વામિત્વ યોજના હેઠળ 2.25 કરોડ કાર્ડ રજૂ કર્યા. વન નેશન, વન ઈલેક્શન તરફ મારી સરકાર આગળ વધી રહી છે. ભારત ત્રીજી અગ્રણી ઈકોનોમી બનવાના માર્ગ પર છે. વિકસીત ભારત 2047 માટે સરકારે પાયો નાંખ્યો. સરકારી કર્મચારી માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આગળ કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના છે. 1.15 કરોડથી વધુ લખપતિ દીદી સારુ જીવન જીવી રહી છે. દેશમાં 3 કરોડ લખપતિ દીદી બનાવાનો લક્ષ્ય છે. ડ્રોન દીદી મારફત મહિલાઓનું સશક્તિકરણ કરશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આગળ કહ્યું આજની યુવા પેઢી સ્પોર્ટથી લઈ સ્પેસમાં સક્રિય છે. દેશમાં દોઢ લાખથી વધુ સ્ટાર્ટ-અપ છે. AI, ડિજીટલ ટેકનીકી અપનાવવામાં ભારત મોખરે છે. સરકારે વિદ્યાર્થી માટે અદ્યતન શિક્ષણ પ્રણાલી બનાવી છે. ગગનયાનમાં ભારતીય સ્પેસમાં જશે તે દિવસ દૂર નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો