Budget 2024 For Defence: આ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના 12.9 ટકા સંરક્ષણ માટે ફાળવ્યા છે. પરંતુ વચગાળાના બજેટમાં આમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે સંરક્ષણ બજેટ માટે 6,21,940 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વચગાળાના બજેટમાં આ જાહેરાત 6,21,541 કરોડ રૂપિયાની હતી.