Budget 2025: નાણાકીય સંસ્થાઓ, ખાસ કરીને બેન્કોએ બચતને પ્રોત્સાહન આપવા માટે આગામી બજેટમાં ફિક્સ્ડ ડિપોઝિટ માટે ટેક્સ પ્રોત્સાહનો સૂચવ્યા છે. તાજેતરના સમયમાં બચતમાં થયેલા ઘટાડા વચ્ચે બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે ગુરુવારે યોજાયેલી બેઠકમાં આ સૂચન કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે, નાણાં પ્રધાન સાથેની પ્રિ-બજેટ મીટિંગ દરમિયાન મૂડી બજારોની કાર્યક્ષમતા સુધારવા અને મૂડી બજારના સમાવેશને વધારવા અંગે સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

