Get App

સરકારનું બજેટ ઘણું બેલેન્સ બજેટ રહેતું દેખાઈ શકે-વૈભવ સંઘવી

MoneyControl Newsઅપડેટેડ Jan 21, 2025 પર 2:10 PM
સરકારનું બજેટ ઘણું બેલેન્સ બજેટ રહેતું દેખાઈ શકે-વૈભવ સંઘવીસરકારનું બજેટ ઘણું બેલેન્સ બજેટ રહેતું દેખાઈ શકે-વૈભવ સંઘવી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ASK હેજસોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી પાસેથી.

વૈભવ સંઘવીનું કહેવુ છે કે 2025માં સરકારની પૉલિસી અને રિફોર્મથી બજાર સુધરશે. US અર્થતંત્રને મજબૂત બનાવવા પર ટ્રમ્પ સરકારનું ફોકસ છે. સરકારનું બજેટ ઘણું બેલેન્સ બજેટ રહેતું દેખાઈ શકે છે. સરકારે ઓવરઓલ ગ્રોથને કઈ રીતે વધારવું એના પર ધ્યાન આપવું જોઈએ. ઓવરઓલ કોસ્ટને ઘટાડવા પર પણ સરકારનું ધ્યાન હોવું જોઈએ.

વૈભવ સંઘવીના મતે અન્ડરલાઈન ગ્રોથ, વેલ્યુએશન પર વિદેશી રોકાણકારોનું ધ્યાન છે. ચાઈનાથી હવે ઇન્વેસ્ટમેન્ટ USમાં જઈ રહ્યું છે. હવે ઇમર્જિંગ માર્કેટ Vs ડેવલપ માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે. અન્ય EMની કરન્સી સામે ભારતીય રૂપિયાની સ્થિતી સારી છે. બજેટમાં સરકારનું કેપેક્સ પર કેવું ફોકસ છે તેના પર ધ્યાન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો