Budget 2025: કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના કૃષિ પ્રધાનો સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્રીય બજેટ પહેલા ચાલુ કાર્યક્રમો અને બજેટ ફાળવણી અંગે તેમના સૂચનો માંગ્યા હતા. એક સરકારી નિવેદન અનુસાર, વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન, ચૌહાણે નાણાકીય વર્ષ 2024-25માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના 3.5થી 4 ટકાના સંભવિત ઊંચા વૃદ્ધિ દર પર સંતોષ વ્યક્ત કર્યો અને રાજ્ય સરકારોને ઝડપી ગતિએ કામ કરવા વિનંતી કરી. તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલનું સ્વાગત કર્યું, જે દર્શાવે છે કે ગ્રામીણ ગરીબી દર FY2023માં 7.2 ટકાથી ઘટીને FY2024માં પાંચ ટકાથી નીચે આવી ગયો છે.

