Interim Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજુ કરી દીધુ છે. બજેટ ઘોષણાઓની બાદ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ (PSU) ના શેરો પર મિશ્ર અસર જોવાને મળી. બજેટ 2024 માં નાણાકીય વર્ષ 2025 માટે મૂડીખર્ચ (Capital Expenditure) ના ટાર્ગેટ છેલ્લા વર્ષથી 11.1% વધીને 11.1 લાખ કરોડ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2024 માટે 10 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. બજેટ 2023 માં મૂડીખર્ચને એક વર્ષ પહેલાના મુકાબલે 37.4 ટકા વધારવામાં આવ્યો હતો.