Maharashtra Budget: મહારાષ્ટ્ર સરકારે રાજ્યના બજેટમાં મહિલાઓ માટે નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે. અજિત પવાર, જેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તેમજ નાણાં પ્રધાન પણ છે, તેમણે 28 જૂને નાણાકીય વર્ષ 2024-25 માટે મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં અન્ય જાહેરાતો સાથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન' યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. યોજના હેઠળ 21-60 વર્ષની વયની મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.