Union Budget 2025: ઈલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસને કેન્દ્રીય બજેટ 2025થી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. તે ઈલેક્ટ્રિક વ્હીકલના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાતો કરી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવા માંગે છે. છેલ્લા કેટલાક સમયથી EV વેચાણમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.