Budget 2024: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-2025 માટે તેમનું સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન નોકરી કરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવતા લોકોને પ્રથમ મહિનાનો પગાર આપશે. કર્મચારી અને એમ્પ્લોયર બંનેને મદદ પૂરી પાડવામાં આવશે. આ સિવાય સરકાર રોજગારના પ્રથમ 4 વર્ષમાં EPFOમાં પણ યોગદાન આપશે. આ અંતર્ગત સરકાર એમ્પ્લોયરને દર મહિને 3000 રૂપિયાની સહાય આપશે. આ સિવાય સરકારે મંગળવારે કહ્યું કે તે રોજગાર સંબંધિત ત્રણ યોજનાઓ શરૂ કરશે.