Budget 2025: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના લાખો આવકવેરા ભરનારાઓને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આનાથી ટેક્સપેયર્સના પૈસા બચશે અને તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. આ ભારતીય અર્થતંત્ર માટે પણ સારા સમાચાર છે. વધતી માંગ ભારતીય અર્થતંત્રને વેગ આપશે જે ભારતીય બજારને પણ વેગ આપશે.